જોહાર
જય આદિવાસી
ડૉ. જયપાલસિંહ મુંડા જન્મજયંતિ ઉજવણી સમિતિ
. (ભારત આદિવાસી સંવિધાન સેના, લાઈબ્રેરી આદિવાસી ગૃપ , આદિવાસી સમાજ-ગુજરાત)
આદિવાસી સમાજે ડૉ. જયપાલસિંહ મુંડા વિશે શા માટે જાણવુ જોઇએ ?

બંધારણ સભામાં સમગ્ર ભારતનાં આદિવાસીઓ માટે મજબુતાઈથી અવાજ ઉઠાવનાર ડૉ.જયપાલસિંહ મુંડા વિશે થોડા સમય પહેલા ઝારખંડના આદિવાસીઓ સિવાય ઘણા ઓછા લોકો જાણતા હતા. પરંતુ હાલના સમયમાં આદિવાસી સમાજમાં જે જાગૃતતા આવી રહી છે એના કારણે સમગ્ર દેશનો આદિવાસી સમાજ આજે ડૉ.જયપાલસિંહ મુંડા અને આદિવાસી સમાજ માટે એમના યોગદાન વિશે જાણી રહ્યો છે.
આજે આદિવાસી સમાજને જે કોઈ બંધારણીય હકો મળેલા છે એમાં ડૉ.જયપાલસિંહ મુંડાનો સિંહફાળો છે એવું કહેવુ કંઈ ખોટુ નથી. પછી એ અનામત હોય કે અનુસુચિ 5 અને 6. જો ડૉ.જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં અવાજ ન ઉઠાવ્યો હોત તો આજે આદિવાસીઓને આ હકો મળવાનું મુશ્કેલ હતુ.જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજના લોકોએ પોત પોતાના સમાજનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે આગેવાની લીધી પરંતુ આદિવાસી સમાજ માટે કોઈએ આગેવાની ન લીધી. તેવા સમયે ડૉ. જયપાલસિંહ મુંડાએ બંધારણ સભામાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કર્યું અને દેશના આદિવાસીઓનો અવાજ બન્યા.
૧૧ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ બંધારણ સભાની બેઠકમાં જ્યારે ડૉ. રાજેંદ્ર પ્રસાદને સભાપતિ તરીકે ચુંટવામાં આવ્યા ત્યારે એમનું સ્વાગત કરતા ડૉ.જયપાલસિંહ મુંડાએ આદિવાસીઓની માંગણી ખુબ જ બુદ્ધિમતા સાથે બંધારણ સભામાં મુકી. ડૉ.જયપાલસિહં મુંડાએ કહ્યુ, “દેશના લાખો આદિવાસીઓ તરફથી હું ડૉ.રાજેન્દ્ર પ્રસાદને સભાપતિ ચુંટાવવા માટે અભિનંદન પાઠવુ છું. આ સદનમાં અમે ફક્ત પાંચ જ આદિવાસી છીએ પરંતુ અમે આ દેશમાં લાખોની સંખ્યામાં છીએ. જે આ ભારત દેશના અસલી માલિક છે.”
એમણે આગળ કહ્યું, “પહેલા અંગ્રેજોને જવા દો, ત્યારબાદ એ બહારના લોકોએ પણ જવુ પડશે જેમણે આદિવાસીઓની જમીન અને અધિકારોને દબાવીને રાખ્યા છે.”
આજે જ્યારે આદિવાસી સમાજ પોતાનું અસ્તિત્વ અને ઓળખ બચાવવા માટે લડી રહ્યો છે અને પોતાને આદિવાસી તરીકે ઓળખાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે આ મહાન દિર્ઘદ્રષ્ટા નેતાએ 1948 માં બંધારણ સભામાં આદિવાસી શબ્દ માટે અવાજ ઉઠાવ્યો હતો. બંધારણ સભા દ્વારા જ્યારે આદિવાસી શબ્દ હટાવવામાં આવ્યો ત્યારે એમણે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતુ કે, “અમને આદિવાસી સિવાય બીજો કોઇ શબ્દ મંજુર નથી અને બંધારણ સભા દ્વારા આદિવાસી શબ્દ હટાવવામાં આવ્યો છે જેનો હું સખત વિરોધ કરું છું.” 1928માં એમ્સ્ટર્ડમ ઉનાળુ ઓલમ્પિકમાં ફિલ્ડ હોકીમાં એમની કેપ્ટનશીપ હેઠળ ભારતને સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. જે પણ ભારત દેશના લોકોથી છુપાવવામાં આવ્યુ.
એમણે બંધારણ સભામાં કહ્યુ હતુ કે, “તમે આદિવાસીઓને લોકતંત્ર નહી શિખવી શકો પરંતુ તમારે આદિવાસીઓ પાસે સમાનતા અને સહ-અસ્તિત્વ શીખવાની જરૂર છે.*
આદિવાસીઓ દેશના માલિક છે એ વાત ડૉ.જયપાલસિંહ મુંડા દ્વારા દેશની બંધારણ સભામાં કહેવામાં આવી હતી અને એજ કારણે આજ દિન સુધી કોઇ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સરકાર હોય એમણે ડૉ.જયપાલસિંહ મુંડાનો ઈતિહાસ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ મહાન આદિવાસી નેતાની અવગણના કરવામાં આવી છે એવૂ કહેવામાં કંઈ ખોટુ નથી. આદિવાસી સમાજે ડૉ.જયપાલસિંહ મુંડા અને એમના દ્વારા આદિવાસી સમાજ માટે બંધારણ સભામાં જે ધારદાર રજુઆતો કરવામાં આવી તેના વિશે ચોક્કસ પણે જાણવું જોઈએ.
આ મહાન આદિવાસી નેતાની જન્મજયંતિની ઉજવણી આવો આપણે સૌ ભેગા મળીને કરીએ. દેશના તમામ લોકોને એમના વિશે જણાવીએ.
જોહાર……જય આદિવાસી..
કાર્યક્રમની રૂપરેખા-તા. ૦૩-૦૧-૨૦૨૫
સવારે ૯-૦૦ કલાકે ડૉ. જયપાલસિંહ મુંડા પ્રતિમા ફૂલહાર
બપોરે ૨-૦૦ કલાકે યુવા સંવાદ
સાંજે ૫-૦૦ કલાકે પૂંજવિધિ
સાંજે ૬-૦૦ કલાકે રેલી (ડૉ.જયપાલસિંહ મુંડા સર્કલ થી સભા સ્થળ)
સાંજે ૭-૦૦ કલાક થી ૧૦-૦૦ કલાક સાંસ્કૃતિક, જનજાગૃતિ અને સન્માન સમારંભ
રાત્રે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાક સામુહિક નાચણું
સ્થળ : ગાંધી વિદ્યાપીઠની બાજુમાં, વાલોડ-વેડછી રોડ
આદિવાસી વાનગીઓ અને આદિવાસી પહેરવેશના સ્ટોલો રહેશે

