About us

આદિવાસી ઓળખ પર આપનું સ્વાગત છે!

જોહાર મિત્રો, જય આદિવાસી.

ગુજરાતનો આદિવાસી વિસ્તાર એટલે કે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓ એકબીજા સાથે જોડાઇ, આદિવાસી ઉદ્યમી સાહસિક મિત્રો એકબીજાનો સંપર્ક કરી શકે, આદિવાસી રીતિરિવાજો, તહેવારો, પરંપરાઓ વિશે માહિતી મેળવી શકે, આદિવાસી કલાકારોને એક પ્લેટફોર્મ મળી શકે, આદિવાસી પરિવારનાં જરુરિયાતમંદોને મદદ મળી રહે એવાં ઉદ્દેશ્યો સાથે અમે આ વેબસાઇટ બનાવી છે. આપ સૌ મિત્રો અમને લેખો મોકલી શકો છો. જેના વિષયો: આદિવાસી કલાકારો, આદિવાસી સાહસિક ઉદ્યમીઓ, આદિવાસી સમાજનાં કાર્યક્રમો, આદિવાસી તહેવારો, આદિવાસીઓને લગતાં સમાચારો, રમતગમત ક્ષેત્રે આદિવાસી, આદિવાસીઓનાં અનોખા રિવાજો, આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ કે આશ્રમશાળા, ભરતીને લગતા અથવા આદિવાસીઓ દ્વારા ચલાવવામાં આવતા લોકલ ઉદ્યોગમાં જોબ વેકેંસી સમાચારો, સરકારી ભરતીમાં પસંદગી પામતા સમાજનાં તેજસ્વી તારલાઓ વગેરે વિષયો પર અથવા આપના પોતાના સ્વરચિત આર્ટિકલ લેખો અમને મોકલી શકો છો. જો આપ કોઈ પણ બિઝનેસ ધંધો ચલાવો છો તો એ માટે અલગથી કેટેગરી બનાવવામાં આવી છે જેથી કોઈ પણ આદિવાસી આપની માહિતી મેળવીને આપને ત્યાંથી ખરીદી કરી શકે. વેબસાઈટનાં માધ્યમથી આવી અનોખી માહિતી સમાજનાં જનજનસુધી પહોંચશે એવાં અમારા પ્રયત્નો રહેશે. અને અમો આદિવાસી વિસ્તારોની વિવિધ સમસ્યાઓનો પણ ઉજાગર કરશું, તો આપ સૌ સમાજનાં આગેવાનો વડીલો અને યુવા મિત્રો અમોને માર્ગદર્શક અને મદદરૂપ બનશો એવી આશા અપેક્ષાઓ સાથે ફરીથી જય જોહાર અને જય આદિવાસી.

આ વેબસાઈટ માટે આપના સૂચનો આવકાર્ય છે

આદિવાસી ઓળખ સાથે જોડાવા માટે આપનો આભાર!

Scroll to Top