આદિવાસી સંસ્કૃતિને જાળવવા VNSGUમાં રાજ્યનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય બનાવાશે

સંગ્રહાલયમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા, કલા, પોશાક અને જીવનશૈલી પ્રદર્શિત કરાશે સ્ટાર્ટઅપથી રોજગારનું સર્જન પણ કરાશે

આદિવાસી સંસ્કૃતિને લુપ્ત થતી અટકાવી રક્ષણ કરવા નર્મદ યુનિવર્સિટી (VNSGU) આદિવાસી સંગ્રહાલય બનાવશે, જે રાજ્યનું પ્રથમ આદિવાસી સંગ્રહાલય હશે. 6.50 કરોડના ખર્ચે બનનારા આ સંગ્રહાલયમાં આદિવાસી કલાકારો અને કારીગરોને રોજગાર પણ અપાશે, જેમાં લોકો આદિવાસી સંસ્કૃતિની ઝલક મેળવી આદિવાસી ભોજન પણ માણી શકશે. આ પ્રોજેક્ટની જાહેરાત 6 મહિના પહેલાં થઈ હતી. યુનિવર્સિટી આ પ્રોજેક્ટ માટે ટેન્ડર બહાર પાડશે.

હાલમાં એક સલાહકારની નિમણૂક કરવામાં આવી છે. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી 2 થી 3 મહિનામાં સંગ્રહાલયનું બાંધકામ શરૂ કરાશે. સમગ્ર પ્રક્રિયા બે ઘટકોમાં પૂર્ણ કરાશે.

આ સંગ્રહાલય આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ, કલા, પોશાક અને જીવનશૈલી પ્રદર્શિત કરશે. તે આદિવાસી સમુદાયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સાથે સંબંધિત કલા સંગ્રહ, હસ્તકલા, પરંપરાગત વસ્ત્રો વગેરેનું પણ પ્રદર્શન કરશે. આ ઉપરાંત, આ સંગ્રહાલયમાં ડિજિટલ ડિસ્પ્લે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

2 માળના સંગ્રહાલયની ડિઝાઈન આદિવાસી ગામડાના ઘરો જેવી બનાવાશે

આ બિલ્ડિંગમાં 5થી 10 બ્લોક બનાવવામાં આવશે.

આ સંગ્રહાલય પર્યાવરણને અનુકૂળ હશે. તેના બાંધકામમાં માટી, શેરડી અને પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે.

ઊર્જા બચાવવા માટે નવી RAC સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી વીજળીનો વપરાશ ઓછો થાય છે.

બાંધકામમાં AI નો ઉપયોગ કરવામાં આવશે.

સંગ્રહાલયની ઈમારત ગ્રાઉન્ડ વત્તા 2 માળની બનાવાશે. જેની ડિઝાઈન આદિવાસી ગામડાના ઘરો જેવી હશે.

સંગ્રહાલયમાં કેન્ટીન પણ હશે

લોકો કેન્ટીનમાં આદિવાસી ભોજનનો આનંદ માણી શકશે. દક્ષિણ ગુજરાતની પરંપરાગત વાનગીઓ પણ અહીં ઉપલબ્ધ થશે. ખમણ, ઢોકળા, પરંપરાગત મસાલા અને મીઠાઈઓ વિશે પણ વિવિધ સ્ટોલ્સ પર માહિતી આપવામાં આવશે. અહીં આવતા લોકોને પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ માણવાની તક મળશે.

મુલાકાતીઓને મ્યુઝિયમમાં આ રીતે આદિવાસી સંસ્કૃતિની ઝલક મળશે

1 વારલી કલા, પિથોરા ચિત્રકામ, ગોંડ કલા જેવી આદિવાસી કલા અને હસ્તકલા.

2 પરંપરાગત પોશાક અને ઘરેણાં.

3 આદિવાસી ઘરો, ઝૂંપડીઓ અને ગામડાઓના નમૂનાઓ.

4 આદિવાસી ખેતીના સાધનો, રસોડાના સાધનો

5 રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓ.

6 વાર્તાઓ ચિત્રો, ઑડિયો-વિઝ્યુઅલ શો અથવા શિલ્પો દ્વારા રજૂ કરી શકાય છે.

7 તમે VR અથવા AR ટેકનોલોજી દ્વારા આદિવાસી જીવનનો અનુભવ કરી શકાશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top