બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામમાં બનાવવામાં આવેલ લાયબ્રેરી જેમાં ગામના સહિત અન્ય ગામોના યુવાનો સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારીઓ કરવા માટે આવે છે. અત્યાર સુધીમાં આ લાયબ્રેરીમાં અભ્યાસ કરીને ૪૪ જેટલા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાય ચૂક્યા છે. વર્ષ ૨૦૨૪ માં ૧૧ જેટલા વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાયા હતાં. તેમનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામના યુવા સરપંચ અંકિત ચૌધરી લોકોને ઉદાહરણ પુરુ પાડે તેવી કામગીરી કરી હતી અને કરી રહ્યા છે. ગામના યુવાનોને અભ્યાસ કરવાની સુવિધા ન હોય જેથી તેમણે ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે નાની લાયબ્રેરી ચાલુ કરી હતી. શાળામાં પોતાના ખર્ચે શરૂ કરી હતી. જેમાં ગામના શિક્ષિત યુવાનો માર્ગદર્શન આપતાં હતાં. ત્યારબાદ અન્ય ગામના વિદ્યાર્થીઓ આવતાં થયા. ત્યારબાદ સ્પર્ધાત્મક પરિક્ષા માટેના પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાના પુસ્તકો માટે દાન મળ્યું. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે બહારથી નિવૃત્ત શિક્ષકોનો બોલવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફિઝીકલ ટ્રેનિંગ માટે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા હતાં અને કોચ પણ બોલાવવામાં આવે છે. આ લાયબ્રેરીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અત્યાર સુધીમાં કુલ ૪૪ જેટલા વિદ્યાર્થીઓએ અલગ અલગ પરિક્ષા આપીને પાસ કરીને સરકારી સેવામાં જોડાયા છે.
ત્યારે વર્ષ ૨૦૨૪માં ૧૧ વિદ્યાર્થીઓ સરકારી સેવામાં જોડાતાં તેમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
