બણભા દેવ થાનક ખાતે સાફસફાઇ અભિયાન યોજાયું:

માંગરોળ તાલુકામાં આવેલ બણભા દેવ થાનક આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે, આ દેવથાનકે દર્શનાર્થે હજારો લોકો આવતાં હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દેવથાનક નું ટુરિઝમ તરીકે વિકાસ થયા પછી આવનારા પ્રવાસીઓની ભીડ બની રહે છે .તેઓ દેવથાનકના દર્શન અને પ્રકૃતિનો ભરપૂર આનંદ માણે છે. તેઓ જ્યારે પણ આવે છે તો પાણીની બોટલો, કચરો, પ્લાસ્ટિકની ડીશો વગેરે ફેંકીને જતા રહે છે જેનાથી પ્રકૃતિને નુકસાન થાય છે અને સ્થળને પણ ખરાબ કરી નાખે છે.
એક દિવસની મુલાકાત માટે પ્રવાસન સ્થળ તરીકે અને આદિવાસીઓના દેવ થાનક તરીકે આ સૌથી સારું છે પરંતુ આદિવાસીઓનું આ દેવ થાનક અને પ્રકૃતિનું આ સ્થળ ખરાબ નહીં થવું જોઈએ.
અહીં કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થાનાં હોવાને કારણે દેવ થાનક ખાતે દિવસે દિવસે કચરાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે યાહના ગ્રુપ દ્વારા મધર નેચર કલીનિગ ડ્રાઇવ અંતગર્ત ભણભા દેવ થાનક ખાતે સાફસફાઇ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને દેવથાનકે જમા થયેલ કચરો સાફ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં વૈભવભાઇ, રજનીશભાઇ, તેજશભાઇ, રાજેશભાઇ, પિયુષભાઈ, કલ્પેશભાઈ વગેરે વગેરે યુવા મિત્રો જોડાયા હતા. અને આવનાર પ્રવાસીઓને કચરો ગમે ત્યાં ન નાખવા અપીલ કરી હતી.
આદિવાસીઓનું આ દેવથાનક ખરાબ ન થાય એ માટે સામાજિક પ્રવૃત્તિઓ કરતા ગ્રુપ અને એનજીઓ , આદિવાસી સમાજના શુભેચ્છકો દ્વારા કચરા નિકાલ માટેની વ્યવસ્થા કરવા તેમજ કચરાપેટીઓ મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવે એ જરૂરી બન્યું છે.
