
આદિવાસી સમાજના પ્રેરણામૂર્તિ સ્વાતંત્ર્યસેનાની સ્વ. ચૌધરી કોયલાદાદા બાપા વિશે માહિતી.
કોયલા બાપા દાદા નો જન્મ અત્યંત ગરીબ અને સામાન્ય પરિવારમાં ૧૮૭૭ ના રોજ સઠવાવ ( માંડવી) માં થયો હતો. બાળપણ અત્યંત ગરીબીમાં વિત્યું.કોયલા બાપા ના પિતા નું નામ રધાભાઇ ચૌધરી હતું. કોયલાબાપાના લગ્ન નાની ઉંમરે તરસાડા ગામના સ્વ.ડાહીબેન સાથે થયા હતા. કોયલાબાપા સઠવાવ ગામમાં પોલીસ પટેલ હતા.કાળીપરજ પરીષદના ૩/૪ વર્ષ પછી ચૂનીલાલ મહેતા દ્વારા દારુ-તાડી ત્યાગનો સંદેશ આદિવાસી સમાજના લોકોમાં પહોંચાડવામાં કોયલાબાપા નો સિંહ ફાળો છે.માંડવી તાલુકાના સઠવાવ ગામમાં પોલીસ પટેલ તરીકે ગણાતા કોયલાબાપા સ્વાતંત્ર્યપ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા.આદિવાસી સમાજના લોકો દારૂ તાડી માંસ માછલી વગેરે છોડે તેના માટે કોયલાબાપા ભજનકીર્તન કરી લોકોને માહિતગાર કરતા હતા.આ સધળી હકીકત ચૂનીલાલ દ્વારા ગાંધીજીએ જાણી અને થોડો સમય પછી ગાંધીજીનો સઠવાવ આવવાનો પ્રોગ્રામ ગોઠવાયો.આમ કોયલાબાપા ના ધરમાં ગાંધીજીનુરાત્રી રોકાણ) થયું. અને ત્યારથી તેઓ “કોયાભગત” તરીકે ઓળખાવા લાગ્યા.ગુજરાત વિધાપિઠ અમદાવાદ દ્વારા ૧૯૪૯/૫૦ માં પ્રકાશિત પ્રાથમિકશિક્ષણ વિભાગ ધોરણ૪ ના પાઠ્યપુસ્તકમાં “કોયા બાબાની કહાની” નામનો પાઠ શીખવવામાં આવતો હતો.૧૫/૩/૨૭ ના રોજ ગાંધીજી સઠવાવ આવ્યા હતા.સઠવાવ ગામથી ૧કિમી દૂર આવેલ રાજના તળાવ સુધી ગાંધીજી ચાલતા ગયા હતા અને ત્યાં જઈને વૃક્ષારોપણ કર્યું હતું ,અને તળાવકિનારે જાહેર સભા કરવામાં આવી હતી.આ જાહેરસભામા કોયલાબાપા દ્વારા જાતે કાતેલી સૂતરની આંટી પહેરાવીને ગાંધીજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ૧૯૪૨ના હિંદછોડો આંદોલન દરમિયાન કોયલા બાપા પણ સાબરમતી જેલમાં ગયા હતા. આઝાદીની ચળવળમાં સઠવાવ ગામમાં સ્વરાજ આશ્રમ ની સ્થાપના કરવામાં આવી હતી.જેઆશ્રમ સ્વાતંત્ર્યસેનાનીઓનું સ્વાતંત્ર્ય પ્રવૃત્તિનું કેન્દ્ર રહ્યું હતું.કોયલા બાપા સ્વાતંત્ર્યપ્રવૃત્તિઓ કરે છે એવી જાણ અંગ્રેજઅધિકારીને થતાં તેમને ઠોર માર મારવામાં આવતો હતો.સ્વાતંત્ર્ય સેનાની કોયાબાપા ને અંગ્રેજ સરકારની હદમાથી હદપાર કરવામાં આવ્યા.આથી કોયલાબાપા ત્યાંથી ગાયકવાડ સરકારના હદમાં આવેલ નાદોલા ગામે પોલીસ પટેલ ગોસાભાઈ ચૌધરીને ત્યાં રહેતા, ત્યાંના આગેવાનો સાથે સ્વાતંત્ર્યપ્રવૃત્તિઓ કરતા.અંગ્રેજોના ખુબ માર ખાવાના કારણે કોયલાબાપા નું શરીર ખોખલું બની ગયું હતું કોયલાદાદાનુ ૮૦ વર્ષ અવસાન થયું.
