વાલિયા તાલુકાના હોલાકોતર ગામે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી:

23 ડિસેમ્બર 2024
આદિવાસી વિસ્તારમાં દિવસે દિવસે લાઇબ્રેરી નું પ્રમાણ વધી રહ્યું છે. સમાજની યુવા પેઢી હવે જાગૃત થઈ રહી છે જેનાં પરિણામો નજરોનજર દેખાઇ રહ્યા છે ત્યારે વાલિયા તાલુકાના હોલાકોતર (નિકોલી) ગામે ગ્રામજનો ના સાથ સહકાર થકી નવજીવન પુસ્તકાલય ખુલ્લું મુકાયું હતું. આમ વાલિયા તાલુકાના માંગરોળ તાલુકાને અડીને આવેલા ગામો જેવા કે ભરાડીયા, ભમાડીયા, બાવડીયા વગેરે વગેરે ગામના સરકારી નોકરીની તૈયારી કરતા યુવા મિત્રોએ વાંકલ સુધી લંબાવું પડતું હતું પરંતુ હવે હોલાકોતર ગામે લાઇબ્રેરી શરૂ થવાને કારણે સમય અને નાણાંની બચત થશે. ત્યારે લાઇબ્રેરી લોકાર્પણ પ્રસંગે સેવંતુભાઈ વસાવા (માજી તાલુકા પ્રમુખ,વાલિયા) , ધર્મેશભાઇ ચૌધરી (સરપંચશ્રી મીરાપોર), અનુરાગભાઇ ચૌધરી ( યુવા અગ્રણી) , મિતલભાઇ ચૌધરી (સામજીક આગેવાન,માંડવી) ગામનાં સરપંચશ્રી અશોકભાઇ ગામીત (સરપંચશ્રી, હોલાકોતર) તથા ગામનાં આગેવાનો વડીલો અને ખુબ મોટી સંખ્યામાં યુવા મિત્રો હાજર રહ્યા હતા.
