
આદીવાસી સમાજના તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામના પ્રકાશકુમાર ચૌધરીએ તાપી જિલ્લાનું અને આદિવાસી સમાજનું નામ ગર્વથી રોશન કર્યું છે. ૩૦ ડિસેમ્બર ૨૨૦૪ના રોજ સુરતના ઉભરાટ બીચ પર યોજાયેલા મિસ્ટર એન્ડ મિસ ઇન્ડિયા ૨૦૨૪ની સ્પર્ધામાં તેમણે મિસ્ટર પોપ્યુલર ઇન્ડિયા ફોટોજેનિક ટાઈટલ 2024 જીત્યું હતું. તેઓ પોતે એક સારા ફોટોગ્રાફર છે. આ મોટી સફળતાએ તેમનું નામ દેશભરમાં જાણીતા મોડલ અને ફોટોગ્રાફરના રૂપમાં સ્થાપિત કર્યું છે.

સુરતના ઉભરાટ બીચ ખાતે યોજાયેલી આ ફેશન સ્પર્ધામાં ભારતભરના વિવિધ રાજ્યોના મોડેલ્સ અને સ્પર્ધકો આવ્યા હતા. ગુજરાત, મુંબઇ, ઓડિશા, રાજકોટ, ભાવનગર, નાગપુર, અને મોરબી જેવા શહેરોમાંથી આવનારા 75 સ્પર્ધકોને પસંદ કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં પરિચય, પ્રશ્નોતરી, ડિઝાઇન, વોક, ટેલેન્ટ, એક્ટિંગ, બેસ્ટ સ્કિન, મઢ સુટ, સેલિબ્રિટી સુટ જેવા રાઉન્ડ યોજાયા હતા.

આ સ્પર્ધાનું આયોજન ઉઝેર શેખ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ શોનું નામ મેનહૂડ ઇવેન્ટ હતું. જ્યાં આદીવાસી સમાજના દીકરા પ્રકાશ ચૌધરીએ પોતાનું આકર્ષક પ્રદર્શન કરીને જજીસને મોહિત કરી દીધા હતા.

પ્રકાશ ચૌધરી, જેઓ પોતાને પી.કે. તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે, વીરપુરની મોરારજી દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વીરપુરમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે. પરંતુ તેમનો પ્રાથમિક પ્રેમ તસવીરોમાં છે. છેલ્લા ૧૦ વર્ષથી તેઓ ફોટોગ્રાફી ક્ષેત્રે કાર્યરત છે અને પોતાની શ્રેષ્ઠ ક્ષમતા સિદ્ધ કરી છે. તેઓ ઘણી ઇવેન્ટ માં લગ્નપ્રસંગે , તહેવારોમાં ફોટોગ્રાફી વિડિયોગ્રાફી કરે છે તેમજ સાથે મોડેલિંગ અને એક્ટિંગ પણ કરી રહ્યા છે. તેઓ ઘણા મોટા યુટયુબર સાથે શોર્ટ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

પ્રકાશ ચૌધરીનો પરિવાર આર્થિક રીતે પછાત હોવાથી તેમણે સફળતા મેળવવા માટે અનેક સંઘર્ષોનો સામનો કર્યો હતો. તેમના આશય અને મહેનતનું પરિણામ છે કે તેઓ આજે “Mr. Popular India Photogenic Title 2024” મેળવી શક્યા છે. તેમની આ ઉપલબ્ધિ આદીવાસી સમાજ માટે પ્રેરણાનું પ્રતિક બની છે, જે દર્શાવે છે કે મહેનત અને લગનથી કોઈપણ સપનાને સાકાર કરી શકાય છે.

પ્રકાશ ચૌધરીની આ ઉપલબ્ધિ માત્ર તેમની જ નથી, પરંતુ આખા આદિવાસી સમાજનું ગર્વ છે. આજના યુગમાં ફેશન અને ફોટોગ્રાફી જેવા ક્ષેત્રોમાં આદીવાસી સમાજના લોકોને આવાં મોટા પ્લેટફોર્મ પર જોવા મળવું આશ્ચર્યજનક છે. પ્રકાશની કહાની સાબિત કરે છે કે ટેલેન્ટને ઓળખવા માટે માત્ર એક તકની જરૂર હોય છે, અને જ્યારે તે મળે છે, ત્યારે કોઈપણ શિખર સર કરી શકાય છે.
આ ઉપલબ્ધિ માટે સમગ્ર આદિવાસી સમાજમાં અને તેમના પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. તેઓની આ સફળતા યુવાનો માટે પ્રેરણાનું સ્ત્રોત છે. તેઓ યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે અને તેમના જેવી મહેનત, સંઘર્ષ, અને સફળતાના માર્ગે આગળ વધવું સૌ કોઈના જીવનમાં નવા અવકાશ ખોલી શકે છે.


Nizar gujrat.tapi