આદિવાસી જનજાગૃતિ સમિતિ નવસારી દ્વારા ઝઘડિયાની દુષ્કર્મ પીડિતાને શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચ કાર્યક્રમ યોજાશે

ઝગડીયા ખાતે 10 વર્ષ ની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની હતી ત્યાર બાદ દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન દીકરી એ છેલ્લે જીદંગીની જંગ હારી પોતાનો દમ તોડ્યો. આવી ઘટનાઓ અવાર નવાર બની રહી છે જેના આપણે બધા ગવાહ છે. આ ઘટનાએ એક વાર ફરીથી સમાજમાં મહિલાઓ અને બાળિકાઓની સલામતી પર પ્રશ્નચિહ્ન ઉઠાવ્યો છે. કારણ કે આવા નરાધમો રાક્ષશોને કડક સજા કરવામાં આવતી નથી અને આના કારણે બહેન દીકરીઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. આવા કૃત્યો માટે જવાબદાર નરાધમોને કડકથી કડક સજા ન મળે ત્યાં સુધી આવી ઘટનાઓ ચાલુ જ રહેશે. માટે આપણી બહેન દીકરીઓએ એકલું ફરવું કે રહેવું જોખમ કારક બની ગયું છે.તો આવા કૃત્યો કરનારને સખતમાં સખત સજા થાય તે માટે આદિવાસી સમાજના દરેક ભાઈઓ બહેનોએ અવાજ ઉઠાવવો પડશે.

દુષ્કર્મ જેવા ગૂનાઓને રોકવા માટે અને દોષિતોને સખત સજા મળે તે માટે કડક કાયદા બનાવવાની તાકીદ છે. આ માટે દરેક વ્યક્તિએ પોતાનું સમર્થન દર્શાવવું જરૂરી છે. આ પ્રયાસમાં, આદિવાસી જન જાગૃતિ સમિતિ નવસારી દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.


આ દીકરીની આત્માને શાંતિ મળે અને પ્રકૃતિ એની ગોદમા સમાવી લે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન તા. ૨૭/૧૨/૨૦૨૪, શુક્રવાર સાંજે ૬-૦૦ કલાકે નવસારી નગરપાલિકા પટાંગણથી ડો . બાબા સાહેબ આંબેડકર સર્કલ લુન્સીકુઈ સુધી કરવામાં આવેલ છે. તો દરેક માનવ જાતને સમાજ, ધર્મ, સમુદાય, પક્ષ કે પાર્ટી ભૂલીને બધા એક થઈ આ ગરીબ દીકરીને ન્યાય મળે તે માટે દરેક જાહેર જનતાને આ કેન્ડલ માર્ચમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે. આજે આ દીકરી સાથે ઘટના બની કાલે આપણી દીકરી સાથે પણ ઘટના બની શકે છે તો કોઈ પણ ઊંચ – નીચ. અમીર ગરીબ નાના મોટાનો ભેદભાવ ભૂલી ને આપ બધા આવશો એવી નમ્ર અરજ આદિવાસી જન જાગૃતિ સમિતિ નવસારી દ્વારા કરવામાં આવી છે .

આ દીકરીની આત્માને શાંતિ મળે તે માટે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે તમારું સમર્થન અત્યંત મહત્વનું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top